વાંકાનેર તાલુકાના ઢુવા ગામે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત 

વાંકાનેર તાલુકાના ઢુવા ગામના રેલ્વે સ્ટેશન પાસે રહેતા ૩૨ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે

ઢુવા રેલ્વે સ્ટેશન પાસે રહેતા નરેશ વિભાભાઇ ઉધરેજીયા (ઉ.વ.૩૨) નામના યુવાને પોતાના મકાનમાં કોઈ કારણોસર આપઘાત કરી લીધો હતો જે બનાવની જાણ થતા પોલીસ ટીમ તુરંત દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હાલ સ્પષ્ટ થયું નથી વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે

 

Comments
Loading...
WhatsApp chat