માળિયા હાઈવે પર અજાણ્યા ટ્રકની ઠોકરે બાઈકસવાર યુવાનનું મોત

 

માળિયા હાઈવે પરથી બાઈકમાં પસાર થતા શ્રમિક યુવાનના બાઈકને અજાણ્યા ટ્રકચાલકે હડફેટે લીધું હતું જે અકસ્માતમાં એક યુવાનને ઈજા પહોંચી છે તો એક યુવાનનું મોત થયું છે

 

માળિયાના ખીરઈ ગામના રહેવાસી સવજીભાઈ તેરસિંગભાઈ વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના બાઈક જીજે ૧૩ પીપી ૩૩૩૪ લઈને જતા હોય ત્યારે કંડલા મોરબી હાઈવે રોડ પર અજાણ્યા ટ્રકચાલકે પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ફરિયાદી સવજીભાઈ વસાવાને ઈજા પહોંચી હતી અને પાછળ બેસેલ કાન્તીભાઈ કિનશાહ વસાવા (ઉ.વ.૨૫) વાળા યુવાન પર પાછળનું ટાયર ચડાવી દેતા મોત થયું હતું

 

અજાણ્યો ટ્રકચાલક ટ્રક લઈને નાસી ગયો હતો માળિયા પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat