



મોરબી જીલ્લા પંચાયતમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ તણાવ મુક્ત રહે તેવા હેતુથી યોગ શિબિર યોજવામાં આવી હતી જેમાં ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા
યુવા રન ફાઉન્ડેશન દ્વારા મોરબી જીલ્લા પંચાયત ખાતે યોગ શિબિર યોજાઈ હતી જે યોગ શિબિરનો ડીડીઓ એસ.એમ.ખટાણા તેમજ ઉચ્ચ અધિકારીઓએ લાભ લીધો હતો યોગ શિબિરમાં કર્મચારીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા અને સતત કામગીરીનું વહન કરતા કર્મચારીઓ તણાવમુક્ત બનવા માટે યોગ ઉપયોગી છે તેનો અહેસાસ કર્યો હતો



