


કેન્દ્ર સરકાર દ્વારા વન ટેક્સ વન નેશન સૂત્ર સાર્થક કરવાના હેતુથી ૧ જુલાઈ ૨૦૧૭ ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ જીએસટીણા અમલીકરણને એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર મોરબી કચેરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી સેવા સદન ખાતે આવેલી SGST ઓફીસ ખાતે એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરાઈ હતી જેમાં ઓફીસને ડેકોરેશન કરવામાં આવ્યું હતું તેમજ આ તકે મોરબીમાં જીએસટી અંતર્ગત ૧૩ જેટલા વેપારીઓના રીફંડને મંજુરી મળતા રીફંડના ચેક અર્પણ કરાયા હતા સિરામિક પેઢી તેમજ માર્કેટિંગ પેઢી સહિતના ૧૩ જેટલા વેપારીઓને ૨ કરોડ રૂપિયા રીફંડ આપવામાં આવ્યું હતું આ તકે કમિશ્નર બી.પી.ત્રિવેદી, એમ.જે. વાઘેલા, ઇન્ચાર્જ ઓફિસર બી.એમ. કવાડીયા, અને મહિપાલસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓ અને કર્મચારીઓમાં આ પ્રસંગે ઉત્સાહની લાગણી જોવા મળી હતી.

