“દારૂ પીને કામે કેમ આવ્યો” ટોકતા ટ્રાન્સપોર્ટના કર્મચારીને છરીથી ઈજા પહોંચાડી

મોરબીના ત્રાજપર ચોકડી નજીક આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કામ કરતા એક કર્મચારીએ અન્યને છરી વડે ઈજા કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે

મોરબીના હાઉસિંગ બોર્ડના રહેવાસી દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને આરોપી મોસીન શેખ રહે. મોરબી વીસીપરાવાળા ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા હોય અને આરોપી ઓફિસે દારૂ પી કામે આવેલ હોય જેથી આ બાબતે ટોકતા આરોપી મોસીન શેખ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી છરી બતાવી ફરિયાદી યુવાનને ડાબા પગ અને હાથની ટચલી આંગળીમાં ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat