મોરબીના જેતપર રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા મહિલાનું કમકમાટી ભર્યું મોત

મોરબીના જેતપર રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે મ ઓરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

નાગડાવાસ ગામે દાનાભાઈ મિયાત્રાની વાડીમાં રહેતા ભીલસિંગ ભવાનસિંગ વસુનીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૨૫ના રોજ તેમની બહેનના ચાર વર્ષના દીકરા જીગ્નેશને તાવ આવતો હતો. જેથી બહેનના સાસુ બુધીબેને દવાખાને દવા લેવા માટે જવાનું કહેતા ભીલસિંગ તેમના શેઠનું બજાજ કંપનીનું પ્લેટી મોટરસાયકલ રજીસ્ટર GJ-03-DF-7115 લઈને તેમની બહેનના સાસુ ૪૦ વર્ષીય બુધીબેન અને તેમની બહેનના ચાર વર્ષીય દીકરા જીગ્નેશ સાથે જેતપર રોડ પર આવેલ પાવડીયારી પાસે દવાખાને દવા લઈને નાગડાવાસ તરફ પરત આવતા હતા દરમિયાન પાવડીયારી થી જેતપર તરફ તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે પાવડીયારી બસ સ્ટોપ થી આગળ લોરેન્સ સીરામીક પાસે પહોંચતા આરોપી ટ્રક ટેલર RJ-52-GB-0031 ત્યાંથી પુરપાટ વાગે પસાર થયો હતો અને એકદમ કાવો મારતા તેણે ભીલસિંગના મોટરસાયકલને હડફેટે લેતા બુધીબેનને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો ટ્રેલર ચાલક વાહન મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોધાઇ છે

Comments
Loading...
WhatsApp chat