વાંકાનેરના સરતાનપર રોડ પર સીરામીકમાં ઉંચાઈ એથી પડી જતા મહિલાનું સારવારમાં મોત

વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલી સીરામીક ફેકટરીમાં કામ કરતી મહિલાનું ઊંચાઈએથી પડી જતાં મોત નીપજ્યાંની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરના દેવપરા ગામની વતની અને વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલી ઓ.આર.બી.સીરામીક ફેકટરીમાં કામ કરતી ૩૭ વર્ષીય સોનલબેન ભગીરથભાઇ સોલંકી તારીખ ૧૧/૦૪ના રોજ ફેકટરીમા કામ કરતી વખતે ૭ ફુટ ની ઉંચાઇ એ થી પડી જતા તેને પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાદ તેને વધુ સારવાર અર્થે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. આ અંગેની વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments
Loading...
WhatsApp chat