


મોરબીના નવલખી ફાટક નજીક આજે રેલવે એન્જીનની ઠોકરે ચડી જતા મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે તો અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થયા હતા
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી ફાટકથી ધક્કાવાળી મેલડી મંદિર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલા એન્જીનની ઠોકરે એક મહિલા ચડી ગઈ હતી અને એન્જીનની ટક્કરને કારણે મહિલાનું શરીર કપાઈ ગયું હતું. બનાવને પગલે રેલવે પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી જોકે મૃતક મહિલાની ઓળખ થઈ સકી નથી.
મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવા તજવીજ આદરી છે જોકે મહિલા આપઘાતના ઇરાદે રેલવે ટ્રેક પર પહોંચી હતી કે પછી અકસ્માતે તે એન્જીનની ઠોકરે ચડી છે તે તપાસ બાદ જાણી શકાશે

