


પ્રવૃત્તિ શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ માટે જાણીતી સામાંકાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિર શાળામાં RTE હેઠળ ધો.1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
મિટિંગની શરૂઆતમાં વાલીને તિલક કરીને મોં મીઠું કરાવવામાં આવ્યું. શાળામાં અભ્યાસકાર્ય સાથે સંકળાયેલ શિક્ષિકા બહેનો,શાળાનો સ્ટાફ અને વાલીઓનો અરસપરસ પરિચય કરાવ્યા બાદ શાળાની તમામ બાબતોથી વાલીઓને અવગત કરવામાં આવ્યા.જેમાં શાળાની પ્રવૃતિઓ,પ્રયત્નો,સુવિધાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો.
મિટિંગના અંતે વાલીઓને મળતા જાણવા મળ્યું કે આ આયોજનથી વાલીઓને ખૂબ જ આનંદ થયો મહત્વપૂર્ણ માહિતી મળી હતી. જ્યારે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ આ મિટિંગને વાલી સાથે આત્મીયતા કેળવવામાં મહત્વની કડી ગણાવી હતી. તેમજ વાલીઓએ પણ સાર્થક વિદ્યામંદિરની પહેલને આવકારી હતી.

