વાઈબ્રન્ટ સિરામિકના પ્રમોશન માટે પ્રતિનિધિમંડળ અમેરિકાની મુલાકાતે

વાઈબ્રન્ટ સિરામિક ૨૦૧૭ ના પ્રમોશન અર્થે પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચ્યું હતું. સિરામિક એશો.ના પ્રમુખ કે.જી.કુંડારિયા અને સીઈઓ સંદીપ પટેલ, વિશાલ આચાર્યની ટીમ અમેરિકા પહોંચી હતી.અમેરિકા પહોંચેલી વાઈબ્રન્ટ સિરામિકની ટીમેં ટાઈલ્સ કાઉન્સીલ ઓફ નોર્થ અમેરિકાએ તેના સભ્યો સાથે મુલાકાત કરી હતી જેમાં તેના સભ્યો દ્વારા ભારતથી ટાઈલ્સ આયાત કરવા માટે સહમતી દર્શાવી છે તેમજ સભ્યોની એક કોન્ફરન્સ વાઈબ્રન્ટ સિરામિક ખાતે યોજાઈ તેવા ઉજળા સંજોગો માટે આશાવાદ વ્યકત કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત અમેરિકાનું ટાઈલ્સ કોન્ટ્રાકટર એશો. સમગ્ર અમેરિકાના બહોળી સંખ્યાના કોન્ટ્રાકટર સભ્યો ધરાવતું એશો. છે જેઓ સમગ્ર વિશ્વમાંથી ટાઈલ્સ આયાત કરે છે જે એશો.ના સભ્યોએ પણ ઉષ્માપૂર્વક વાઈબ્રન્ટ સિરામિકના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરીને વાઈબ્રન્ટ સિરામિકનું આમંત્રણ સ્વીકાર્યું છે. અમેરિકાના ૮૫ % થી વધુ આયાતનું પ્રતિનિધિત્વ કરતુ સિરામિક ટાઈલ્સ ડીસટ્રીબ્યુશન એશો. ઘણા સમયથી વાઈબ્રન્ટ સિરામિકના આયોજકોના સંપર્કમાં છે જેઓ ટ્રેડ મિશન લઇ વાઈબ્રન્ટ સિરામિકની મુલાકાત લે તે માટે બંને પક્ષે હકારાત્મક પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat