મોરબીની ડીસી મહેતા ડિસ્પેન્સરીમાં બે દિવસીય કેન્સર નિદાન કેમ્પ યોજાશે

શ્રી વિસાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી.સી. મહેતા ડિસ્પેન્સરી-૩ નવાડેલા રોડ મોરબી ખાતે શનિવાર અને રવિવાર એમ બે દિવસીય કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરેલ છે

ડી સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ મોરબી ખાતે તા. ૧૩ ને શનિવારે સાંજે ૪ થી ૭ અને રવિવારે તા. ૧૪ ના રોજ સવારે ૯ થી ૧૨ કલાકે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજવામાં આવશે જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો વિક્રમભાઈ સંઘવી દર્દીઓને વિનામૂલ્યે તપાસી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરી ખાતે અગાઉ નોંધાવી લેવા મેડીકલ ઓફિસર ડો. હસ્તીબેન મહેતા અને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ શાહની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat