સાચા જનસેવક : આ વાત જાણીને તમે પણ કરશો આ ધારાસભ્યને સો સો સલામ…

 

ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યો હોય કે પછી ધારાસભ્ય અને સાંસદો તેમને જનસેવક કહેવામાં આવે છે જોકે ચુંટણી જીતી ગયા પછી અનેક જનસેવકો જનતાને જ ભૂલી જતા હોય છે ત્યારે ગુજરાતમાં હજુ પણ અનેક સેવાભાવી જનસેવકો જોવા મળે છે જે સાચા અર્થમાં જનતાની સેવા કરવા તત્પર રહે છે અને દેશના વીર જવાનો સરહદનું રખોપું કરતા પ્રાણોની આહુતિ આપી દેતા હોય ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવું તે સૌ કોઈની ફરજ હોય છે ત્યારે એક ધારાસભ્યએ પોતાનો પ્રથમ પગાર શહીદ પરિવારને અર્પણ કર્યો હતો

ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ શહીદ પરિવાર પ્રત્યે અનોખી લાગણી દર્શાવી સૌ કોઈને પ્રેરણા પૂરી પાડી છે કૌશિકભાઈ વેકરીયાએ પોતાનું પ્રથમ વેતન શહીદ જવાનના પરિવારને અર્પણ કર્યું છે તાજેતરમાં અમરેલી વિસ્તારના મનીષભાઈ મહેતા વીર જવાન દેશની સુરક્ષા કાજે ફરજ નિભાવતા વીરગતિ પામ્યા છે ત્યારે કૌશિકભાઈ વેકરીયાએ પોતાનો ધારાસભ્ય તરીકેનો પ્રથમ પગાર શહીદ પરિવારને અર્પણ કર્યો હતો અને માં ભોમની રક્ષા કાજે સર્વસ્વ ત્યાગ કરનાર શહીદ પરિવારનું ઋણ ચુકવવા આવકારદાયક પ્રયાસ કર્યો છે

 

Comments
Loading...
WhatsApp chat