Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના જોધપર ઓવરબ્રિજ પર માલ ભરેલ ટ્રક લટકી ગયો

 

 

        મોરબી જીલ્લામાં અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો જોવા મળે છે અનેક અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ જતા હોય છે અને અકસ્માતો રોકવા તંત્ર કોઈ નક્કર પગલા ભરતું ના હોય ત્યારે અકસ્માતના બનાવો એક બાદ એક પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં વાંકાનેરના જોધપર ઓવરબ્રિજ પાસે એક માલભરેલ ટ્રક લટકી ગયો હતો

        વાંકાનેરના જોધપર નજીક આવેલા ઓવરબ્રિજ પર એક માલ ભરેલ લોડેડ ટ્રક ઓવરબ્રિજની પાળી પર લટકી ગયો હતો અકસ્માત સર્જાયા બાદ ટ્રક ઓવરબ્રિજની પાળી પર લટકી ગયેલ જોવા મળ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઇ નથી પરંતુ જો ટ્રક નીચે ખાબક્યો હોત તો અહીંથી પસાર થતા વાહનચાલકોને મોટું નુકશાન થયું હોત તો અવારનવાર સર્જાતા અકસ્માતો રોકવા પોલીસ હાઈવે પર પેટ્રોલિંગ વધારે તેમજ નક્કર પગલા ભરે તેવી માંગ લોકો કરી રહયા છે 

Comments
Loading...
WhatsApp chat