હડમતીયા રોડ પર ચોખા ભરેલી ટ્રક પલટી ગયા બાદ રોડથી નીચે ઉતરી ગયો

ચોખાની ગુણીઓનો રોડ પર થયો ઢગલો

મોરબી જીલ્લામાં અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે જેમાં આજે હડમતીયા નજીકથી પસાર થતો એક ટ્રક અચાનક પલટી મારી ગયા બાદ રોડથી નીચે ઉતરી ગયો હતો

બનાવની જાણવા મળતી માહિતી મુજબ આજે ટંકારાના હડમતીયા રોડ પરથી ચોખા ભરેલો ટ્રક પસાર થતો હોય દરમિયાન કોઈ કારણોસર ટ્રક પલટી મરી ગયો હતો અને ટ્રક પલટી ગયા બાદ રોડથી નીચે ઉતરી ગયો હતો જેને પગલે ટ્રકમાં લોડ કરેલ ચોખાની ગુણીઓ રોડ પર પથરાઈ હતી જોકે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ના હતી અને ચાલકનો બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

Comments
Loading...
WhatsApp chat