

ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રદેશ ઉપપ્રમુખ, મોરબી પાલિકાના ટેક્ષ સુપ્રીન્ટેનડેડ નરેન્દ્રસિંહ જાડેજાનું ગત તા. ૦૧ ને શનિવારના રોજ દુખદ અવસાન થયું હોય જેને પગલે મહામંડળને ના પૂરી સકાય તેવી ખોટ પડી છે જેથી નગરપાલિકાના કર્મચારીઓના પ્રશ્નો બાબતે હમેશા લડાઈનાં મૂડમાં રહેતા સૌના વડીલ, માર્ગદર્શક નરેન્દ્રસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોરબી નગરપાલિકા ખાતે તા. ૦૬ ને ગુરુવારના રોજ સવારે ૧૧ કલાકે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરેલ છે જેમાં રાજ્યની તમામ નગરપાલિકાનાં પ્રતિનિધિઓ અને મોરબી નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહેશે તેમજ ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહા મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલાની યાદી જણાવે છે



