મોરબીના વાવડી રોડ પર આજે સાંજે કોંગ્રેસ અગ્રણીઓના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે

 

મોરબી યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તા. ૧૯ ને રવિવારે સાંજે ૬ કલાકે વાવડી રોડ પર શુભ સોસાયટી, ગોકુલ પાર્ટી પ્લોટ સામે મોરબી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે જેમાં સોસાયટીના સહકારથી ૧૦૦ જેટલા વૃક્ષો વાવીને પર્યાવરણ જતન કરવાનો સંકલ્પ કરાશે

જે વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, ધારાસભ્ય લલીતભાઈ કગથરા, જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ કોઠીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મનોજ પનારા, પ્રકાશભાઈ બાવરવા, મોરબી તાલુકા પ્રમુખ કે ડી પડસુંબીયા, ગૌતમભાઈ મોરડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

Comments
Loading...
WhatsApp chat