મોરબીના લાલપર ગામ નજીક ટ્રક અને ડમ્પર અથડાયા બાદ ટ્રાફિકજામ સર્જાયો

 

મોરબી-વાંકાનેર હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે જ્યાં છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે આજે લાલપર ગામ નજીક ટ્રક અને ડમ્પર અથડાયા હતા જે અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાયો હતો

 

મોરબી નજીક લાલપર ગામ પાસેથી પસાર થતા એક ટ્રક અને ડમ્પર વચ્ચે અથડામણ થવા પામી હતી ટ્રક અને ડમ્પર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે જાનહાની થવા પામી ના હતી જોકે અકસ્માત બાદ ટ્રાફિકજામ સર્જાયો હતો જેથી હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી જેથી તે વિસ્તારના સામાજિક આગેવાન મયુર અઘારા સહિતની ટીમ પોહચી હતી અને ટ્રાફિક ક્લીયર કામગીરી લાગી ગયા હતા

Comments
Loading...
WhatsApp chat