


વાંકાનેરના રાણેકપર પાટિયા પાસે બે ટેન્કર ચાલકોને લૂંટી લઈને આતંક મચાવનાર લૂંટારૂ ટોળકીને દબોચી લેવાની કાવ્યાત્મ આખરે વાંકાનેર પોલીસને સફળતા મળી છે અને ત્રણ શખ્સોની ટોળકીને વાંકાનેર સીટી પોલીસે ઝડપી લઈને મુદામાલ રીકવર કર્યો છે.
વાંકાનેર હાઈવે પર રાણેકપર ગામના પાટિયા નજીકથી અકબરશા ઉમરશા શેખ અને હરેશભાઇ બન્ને પોતાના ટેન્કરો લઈને જતા હતા. બન્ને ટેન્કર ચાલકઓને ત્રણ શખ્સોની ટોળકીએ માર મારીને રૂ.૭૦૦૦ની લૂંટ ચલાવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
લૂટારૂ ટોળકીને દબોચી લેવા વાંકાનેર પોલીસે સઘન તપાસ ચલાવી હતી જેમાં લૂંટ ચલાવનાર દયારામ ભૂરાલાલ મોહનીયા ઉ.વ.૩૯, દુલાભાઈ મેતુભાઈ પણદા ઉ.વ.૪૦, સંજુભાઈ કટિયાભાઈ પણદા ઉ.વ.૩૦ રહે. બધા મહાછીલા તા.જી.જાબવા (એમ.પી.) ને દબોચી લેવાયા છે દયારામ મોહનિયા અગાઉ લૂંટ વિથ મર્ડર કેસમાં પાંચ વર્ષ જેલમાં રહી એક માસ પહેલા જ ઇન્દોર જેલમાંથી છુટેલ છે તેમજ દુલા પણદા પણ અગાઉ લૂંટના કેસમાં છ વર્ષ જેલમાં રહી ૧૦ માસ પહેલા બરોડા જેલમાંથી છુટેલ છે. આમ બે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ પોલીસને તપાસમાં માલૂમ પડ્યું છે તો ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ આદરી છે
આ લૂંટારૂ ટોળકીને દબોચી લેવાના કેસમાં વાંકાનેર સીટી પીઆઈ. બી.ટી વાઢીયા, પીએસઆઈ એમ.જે. ધાંધલ, પીએસઆઈ આર. પી.જાડેજા, નરશીભાઈ, રાજેન્દ્રસિંહ, મનસુખભાઈ, અરવિંદભાઈ, વીરેન્દ્રસિંહ, હરેશભાઈ, સંજયસિંહ, મહેન્દ્રભાઈ, જયપાલસિંહ , રમેશભાઈ , વાંકાનેર તાલુકા પોલીસના મુકેશભાઈ, હરપાલસિંહ, તેજપાલસિંહ અને ચમનભાઈ સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.

