


કેન્દ્રીય સૂચના પ્રસારણ બ્યુરોના ભુજ કેન્દ્ર દ્વારા સર્વોદય એજ્યુકેશન સોસાયટીના યુ એન મહેતા આર્ટસ કૉલેજના પ્રાંગણમાં ત્રિદિવસીય કેમ્પ તથા ત્રીદિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એમ એમ સાયન્સ કૉલેજ NCC ના કેપ્ટન શર્માના માર્ગદર્શન હેઠળ કેડેટઓએ ખૂબ જ જોશ અને જવાબદારી સાથ કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કર્યો હતો.
પ્રથમ દિવસે કલેક્ટર જી ટી પંડ્યાને ગાર્ડ ઓફ ઓનરથી સન્માન આપવામાં આવેલ જેમાં તેમને કેડેટને IAS તેમજ IPS એક્ઝામની તૈયારી માટે નિર્દેશ આપેલ અને NCC ના તેજસ્વી કેડેટસને બિરદાવ્યા હતા તેમજ ચિત્ર હરીફાઈમાં ના પ્રથમ સંબિતા ચૌધરી ,દ્વિતીય સ્થાને કેડેટ ધૃપ્તી વડોલિયા અને ત્તૃતિય સ્થાને હરજીવન નકુમને કલેક્ટરના હસ્તે બિરદાવવામાં આવ્યા હતા
સમગ્ર કાર્યક્રમમાં પ્રિન્સિપાલ દંગી સાહેબ તેમજ કેપ્ટન શર્માનું યોગદાન અને પ્રિન્સીપાલ માંડવીયા સાહેબનો સહકાર પ્રાપ્ત થયો હતો સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કેન્દ્રીય સૂચના પ્રસારણ બ્યુરોના ભુજ કેન્દ્રના અધ્યક્ષ મહેશ્વરી સાહેબે કર્યું હતું