મોરબીમા પરિણીત મહિલાને ફોટો વાયરલ કરવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો

મોરબી પંથકમાં ચકચાર મચાવનાર મહિલા છેડતી કેસમાં પોલીસે ખાનગી રાહે તપાસ ચલાવીને આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે મહિલાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી હોવાનું પણ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીની એક પરિણીત મહિલાને આરોપી કેતન વી. વામજા રહે. લજાઈવાળાએ મહિલાનો સંપર્ક કેળવી લોભ લાલચ આપી ફોન કરી મળવા બોલાવી પોતાની સાથે સેલ્ફી ફોટો પાડી પછી તેની સાથે પરાણે લગ્ન કરવા માટે મજબુર કરવા ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી તેમજ ભોગ બનનારના પતિને નુકશાન કરવાની ધમકીઓ આપતો હતો

જે સમગ્ર આપવીતી ભોગ બનનાર મહિલાએ પોલીસવડા સમક્ષ સંભાળવી જીલ્લા પોલીસવડાના આદેશ મુજબ ફરિયાદ નોંધી એ ડીવીઝન પોલીસે તપાસ ચાલવી હતી અને અઆરોપીની અટકાયત કરવામાં આવી છે જેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો જોકે આ બનાવમાં પોલીસની ટીમ પણ શરૂઆતથી ઢાંકપીછોણો કરતી હતી અને ભોગ બનનાર મહિલાનું નામ ગુપ્ત રાખવાની ફરજ હતી પણ આરોપીનું નામ પણ છુપાવવા પ્રયાસ કરાયો હતો

Comments
Loading...
WhatsApp chat