Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં મોબાઈલ વિક્રેતાઓ પર કસ્ટમ વિભાગની ટીમે દરોડા કર્યા 

 

મોરબી જીલ્લામાં આજે મોરબી, વાંકાનેર સહિતના વીસ્તારમ મોબાઈલ વિક્રેતાઓને ત્યાં કસ્ટમ વિભાગે દરોડા કર્યા હતા જેથી મોબાઈલ વિક્રેતાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો મોરબી જીલ્લાના મોરબી શહેર ઉપરાંત વાંકાનેર પંથકમાં પણ દરોડા અંગે સુત્રો પાસેથી માહિતી મળી છે

ચાઈનાના મોબાઈલનું વેચાણ કરનાર વિક્રેતાઓને ત્યાં તાજેતરમાં દેશ વ્યાપી દરોડા પડ્યા હતા ત્યારે આજે મોરબી જીલ્લામાં રાજકોટ કસ્ટમની ટીમ ત્રાટકી હતી મોરબી શહેરમાં જય ટેલીકોમ, સેલ્યુલર વર્લ્ડ ઉપરાંત વાંકાનેર સહિતના સ્થળે દરોડા કરવામાં આવ્યા હતા બીલ વગરના મોબાઈલના જથ્થા રાખતા વેપારીઓ પર ટીમે તબાહી બોલાવી હતી મોરબી જીલ્લામાં મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ અને ટંકારા પંથકમાં મોબાઈલ ના મોટા વિક્રેતાઓની દુકાનોમાં દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે

 

Comments
Loading...
WhatsApp chat