Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ટીચર ટ્રેનીંગ વર્કશોપ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્વારા મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ટીચર ટ્રેનીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસ્ટ્રીકટ ગવર્નર વસંતભાઈ મોવલીયા હાજર રહ્યા હતા જેમાં સંસ્થાના ૩૦ થી વધારે શિક્ષકોએ ભાગ લીધો હતો

સેશન પૂરું થયા બાદ ન્યુ એરા સ્કૂલના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બાદમાં શાળાના ટ્રસ્ટીઓ હાર્દિકભાઈ પાડલીયા સહિતનાઓએ આગમી સ્કૂલ લેવલના પ્રોજેક્ટ અંગે ચાઈ પે ચર્ચા કરી હતી સમગ્ર કાર્યક્રમમાં લાયન્સ ક્લબ નઝરબાગ પ્લસના પ્રમુખ રાકેશભાઈ ક્રિષ્નાણી, સેક્રેટરી દીપકભાઈ મંગે, ખજાનચી રાજેશભાઈ પરમાર, ચંદ્રકાન્તભાઈ દફતરી, રીજીયન ચેરમેન રમેશભાઈ રૂપાલા, મોરબી ઝોન ચેરમેન તુષારભાઈ દફતરી, ડો. રવીન્દ્ર ભટ્ટ, લાયન્સ ક્લબ નઝરબાગ પ્રમુખ ડો. પ્રેયશ પંડ્યા હાજર રહ્યા હતા

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ અને ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ અને ભારતના ભવિષ્યને ઉજવવળ બનાવવાના પ્રયાસના ભાગરૂપે ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં ઇન્ટરનેશનલ ટ્રેઈનર યોગેશભાઈ દ્વારા ટીચરોને ટ્રેનીંગ આપવામાં આવી હતી અને ભાગ લેનાર શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat