


હળવદ નજીક હાઈવે પર અકસ્માતોના બનાવમાં વધુ એક ઉમેરો થયો છે જેમાં કચ્છ તરફથી આવતું ટેન્કર પલટી મારી ગયું હતું મોડી રાત્રીના બનેલા બનાવમાં સદનસીબે ચાલકનો બચાવ થયો છે.
બનાવની મળતી માહિતી મુજબ કંડલા બંદરથી તેલ ભરીને કડી તરફ જઈ રહેલું ટેન્કર મધરાત્રીએ હળવદ માળિયા હાઈવે પરથી પસાર થતું હોય ત્યારે કોઈ કારણોસર ટેન્કર પલટી મારી ગયું હતું મધરાત્રીના સુમારે હળવદ નજીક આવેલી આસ્થા મિલ પાસે બનાવ બન્યો હતો અને ટેન્કરના ચાલકને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી તો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકનો પ્રશ્ન સર્જાયો હતો અને હળવદ પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો

