

મોરબી જીલ્લાના શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ મોરબીના કન્વીનર ડો. એ.પી.મહેતા અને રામબાઈમાં શાળા વિકાસ સંકુલ માળીયાના કન્વીનર એસ.એસ. મારવાણીયા માર્ગદર્શન દ્વારા તાલુકા કક્ષાનું માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન રાજપર શાળા ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા પાંચ વિભાગો મળીને કુલ ૩૭ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.વિજ્ઞાન ગણિત પ્રદર્શનને સફળ બનાવવા માટે રાજપર ગ્રામ પંચાયત, શાળાના કર્મચારીઓ અને આચાર્યએ જહેમત ઉઠાવી હતી.