Billboard ad 1150*250

મોરબી જીલ્લાનો એક એવો તાલુકો જ્યાં વીજ બીલ કલેક્શન સેન્ટર જ નથી

0 262
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

માળિયા (મી.) શહેર અને આસપાસના વિસ્તારમાં વીજ બીલ કલેક્શન સેન્ટરની સુવિધા આપવા માટે ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ રાજ્યના ઉર્જા મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે માળિયા શહેર હ શૈક્ષણિક તેમજ આર્થિક પછાત વિસ્તાર છે.આ વિસ્તારના લોકો મોટા ભાગે મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.તેમજ આ વિસ્તારના લોકોને સદંતર પ્રાથમિક સુવિધાનો અભાવ છે.માળિયા મી. હોસ્પિટલ તો છે પરંતુ સ્ટાફ નથી, તાલુકા ઓફીસ અતિ જર્જરિત  હાલતમાં છે.કાયમી ચીફ ઓફિસર અને સ્ટાફ નથી તથા મામલતદાર ઓફીસ માત્ર નામ નીજ છે.તેમજ  વધુમાં જણાવાયું છે કે બેક છે તેમાં પણ સ્ટાફ ની અછત છે અને નવા ખાતાઓ ખુલતા નથી સહિતની મુશ્કેલીઓ માળિયાવાસીઓ પર આવી ચડી છે.વીજ બીલ કલેક્શન સેન્ટર જે હતું એ બંધ થયેલ છે જેથી લોકોને અન્ય જગ્યાએ પોતાના ઘરથી ૪૦ કિમી દુર જવું પડે છે.આ માટે ઇન્ટર હ્યુમન રાઈટ્સ એસો.માં જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના ઉર્જા મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને વહેલી તકે આ સમસ્યાની નિરાકરણ લાવવા માટે માંગ કરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat