મોરબીના બેલા નજીક ૩૨ લાખની કિમતનો બાયો ડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

બાયો ડીઝલ ડેપોમાં લાયસન્સ વિનાનો જથ્થો પોલીસે જપ્ત કર્યો

મોરબીના બેલા ગામ નજીકના ડેપોમાં બાયો ડીઝલનો મોટો જથ્થો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે સ્થળ પર દરોડો કરીને ૩૨ લાખની કિમતનો બાયો ડીઝલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બેલા ગામની સીમમાં આવેલ શિવમ એસ્ટેટ પ્લોટ નં ૧૧ માં આવેલ પટેલ બાયોએનર્જી નામના બાયો ડીઝલ ડેપોના માલિક હિતેશભાઈ ભગવાનજીભાઈ કાકડિયા રહે રાજકોટ વાળા તેના ડેપોમાં બાયો ડીઝલનો જથ્થો રાખી વેચાણ કરતા હોય જે સ્ટોરેજ અને વેચાણ માટે ડીસ્ટ્રીકટ ઓથોરીટીની એનઓસી પ્રાપ્ત કરી પેટ્રોલીયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન પાસેથી એનઓસી મેળવવી અનિવાર્ય હોય જે લાયસન્સ કે એનઓસી વગર પટેલ એનર્જી બાયો ડેપોમાં બાયો ડીઝલ જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમે સ્થળ પર દરોડો કર્યો હતો

જે દરોડામાં ડેપોમાંથી ટેન્કમાં આશરે ૪૨૦૦૦ ની ક્ષમતાવાળી ટેન્કો રાખેલ હોય જે પૈકી એકમાં આશરે ૩૦ હજાર લીટર અને બીજી ટેંકમાં આશરે ૩૪૦૦૦ લીટર બાયો ડીઝલ ભરેલ હોય જે બંને ટેન્કોમાં આશરે ૬૪૦૦૦ લીટર મળી કુલ ૩૨ લાખની કિમતનો બાયો ડીઝલનો જથ્થો મળી આવતા જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને પુરવઠા અધિકારી તરફથી કાર્યવાહી કરવામાં નાં આવે ત્યાં સુધી ડેપો જે તે સ્થિતિમાં રાખવા માટે નોટીસ આપવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat