



હર્ષદરાય કંસારા ટંકારા //ધોરણ 10 નું પરિણામ જાહેર થતાં ટંકારામાં ન્યુ વિઝન સ્કૂલના વિદ્યાર્થી કડીવાર નેન્સી 99. 94 પી.આર સાથે બોર્ડમાં છઠ્ઠા ક્રમે ગણિત તથા સંસ્કૃતમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. તે ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામના નાના ખેડૂતની પુત્રી છે
ન્યુ વિઝન સ્કૂલના વિદ્યાર્થી કડીવાર નેન્સી 99. 94 મેળવી ગુજરાત બોર્ડમાં છઠ્ઠા નંબર મેળવ્યો છે. જ્યારે પનારા નેમિસે 99.89 PR સાથે સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવેલ છે. પનારા નેમિસ ટંકારા તાલુકાના ગજડી ગામના ખેડૂત પુત્ર છે.26 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવેલ છે શાળાનું ઝળહળતું પરિણામ આવતા વાલીઓએ સંચાલક દિલીપભાઈ બારૈયા તથા સ્ટાફને અભિનંદન આપેલ છે. નાના ગામડાના વિધાર્થી જહેમત ઉઠાવી, જાત મહેનતે ઊંચું પરીણામ મેળવી ગામ નું નામ રોશન કરેલ છે



