હળવદ તક્ષશિલા વિધાલયની વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેદાન માર્યું

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તાજેતરમાં ખેલ મહાકુંભમાં રમાયેલ રાજ્ય કક્ષાની અન્ડર ૧૭ જુડો સ્પર્ધામાં તક્ષશિલા વિધાલય હળવદની ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સતવારા વંશીકા જગદીશભાઈએ રાજ્યકક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે

સતવારા વંશીકાના પરિવારમાં તેઓ બે ભાઈ-બહેન છે તેના પિતા જગદીશભાઈ ત્રણ વર્ષથી માનસિક બીમારીથી પીડાય રહ્યા છે અને પરિવારની સ્થિતિ નબળી હોવા છતાં વિદ્યાર્થીનીએ રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરીને પરિવાર, શાળા અને સમાજનું નામ રોશન કર્યું છે
