Billboard ad 1150*250

મોરબીમાં મયુર નેચર ક્લબ દ્વારા સારસ પક્ષી ગણતરીની કામગીરી કરાશે

0 70

સારસ કુંજ પક્ષી (સારસ ક્રેન) એ વિશ્વનું સૌથી ઉંચા કદનું ઉડતું પક્ષી છે તે ઉભું રહે ત્યારે તેનું પૂર્ણ કદ પાંચ ફૂટ જેટલું હોય છેઃ અને તે ભારત માં જોવા મળતું એક માત્ર કુંજ પક્ષી છે તે ભુખરા રાખોડી રંગનું હોય છે તેના પગ, માથું તેમજ ચાંચ લાલ રંગની હોય છે ડોકનો ઉપરનો ભાગ પણ લાલ રંગનો હોય છે
સારસ પક્ષી ઓ જળ સ્ત્રોતો તથા તેની આસપાસનાં ખેતરોમાં જોવા મળે છે.ખેતરો માં ઉગેલી અનાજની કુમ્પણો તથા તીડ જેવી જીવાતો તેનો મુખ્ય આહાર છે સારસ કુંજ પક્ષી આજીવન એક સાથી સાથે જોડી બનાવે છે અને તે જોડી માં જ જોવા મળે છે
બર્ડ કન્ઝરવેશન સોસાયટી ઓફ ગુજરાત (ગુજરાત ના પક્ષી સંરક્ષકો ની સંસ્થા) દ્વારા સારસ કુંજ પક્ષી ની રાજ્ય વ્યાપી વસ્તી ગણતરી ચાલુ માસ મે-૨૦૨૧ દરમ્યાન યોજાનાર છે તેમજ મોરબી જીલ્લામાં આ સર્વે ની કામગીરી મયુર નેચર કલબ-મોરબી દ્વારા સંભાળવામાં આવેલ છે
મોરબી જિલ્લામાં આપના વિસ્તારમાં સારસ કુંજ પક્ષી ઓ જોવા મળે તો નીચે જણાવેલ વ્યક્તિ ને જણાવેલ ફોન નંબર પર વિગતો સાથે જાણ કરવા વિનંતી છે

(1) નરેન્દ્રભાઇ દોશી 99790 19532
(2) જીતુભાઇ ઠક્કર 92285 83743
(3) અતુલભાઈ ફુલતરીયા 94262 28388

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat