Billboard ad 1150*250

માળિયા-કચ્છ હાઈવે પર કારમાં દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

0 231
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

માળિયા- કચ્છ હાઈવે પરથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો તો અન્ય એક આરોપી હાજર નહિ મળી આવતા મોરબી એલ.સી.બી. ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા-કચ્છ હાઈવે પરથી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે મોરબી એલ.સી.બી. ટીમે વોચ ગોઠવીને માળિયા કચ્છ હાઈવે પર આવેલ નવજીવન હોટલ સામેથી પસાર થતી સ્વીફ્ટ કાર જીજે ૨૪ એ ૮૧૦૭ વાળીને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૪૮ કીમત રૂ.૧,૭૪,૦૦૦, મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૫૫૦૦ અને સ્વીફટ કાર કીમત રૂ.૩,00,૦૦૦ કુલ મુદામાલ ૪,૭૯,૫૦૦ સાથે આરોપી હેમત અરજણભાઈ રાઠોડ રહે-પલાસવા, ગાંધીધામ-કચ્છ વાળાને ગેરકાયદેસર દારૂની હેરાફેરી હાજર મળી આવ્યો હતો તો અન્ય આરોપી રામજીભાઈ મકવાણા હાજર નહિ મળી આવતા મોરબી એલ.સી.બી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.   

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat