Billboard ad 1150*250

વાંકાનેર હાઈવે પરથી મોબાઈલ દુકાનને નિશાન બનાવનાર તસ્કર ગેંગ ઝડપાઈ

0 148
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેર હાઈવે પરની મોબાઈલ દુકાનને નિશાન બનાવી તસ્કરોએ દુકાનમાંથી મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરી હોય જે ચોરીના બનાવની તપાસ ચલાવતી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે અને તસ્કર ગેંગને ઝડપી લઈને ચોરી થયેલા મોબાઈલ રીકવર કરવામાં સફળતા મળી છે

        વાંકાનેરના ઢુવા ચોકડી પાસે આવેલ મોહિત ટેલીકોમ નામની દુકાનમાંથી ગત તા. ૧૫ ના રાત્રીના સુમારે દુકાનમાંથી ૧૬ મોબાઈલ અને રોકડ રકમ ૫૦,૦૦૦ સહીત કુલ રૂ ૧,૫૬,૫૭૦ ના મુદામાલની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ તપાસ ચલ્વતી હોય જેમાં મોરબીના ત્રાજપર ચોકડી પાસેથી ચાર ઈસમો શંકાસ્પદ હાલતમાં નીકળતા તેની બે થેલીમાં રાખેલ વિવિધ કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા અને મોબાઈલના બીલ કે આધારપુરાવા માંગતા ગલ્લા તલ્લા કરતા સઘન પૂછપરછમાં ઢુવા પાસેથી મોબાઈલ દુકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેને પગલે એલસીબી ટીમે આરોપી ધવલ નટવર સોલંકી રહે અભેપર તા. થાનગઢ, રામજી નવઘણ કોળી રહે અભેપર તા. થાનગઢ, પ્રેમજી ઘોઘા ડાભી રહે અભેપર થાનગઢ અને મુકેશ પોલાભાઈ કોળી રહે અભેપર થાનગઢ વાળાને ઝડપી લઈને ચોરી થયેલા ૧૬ મોબાઈલ કીમત રૂ ૯૭,૧૭૦ નો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે

Post ad 2

        આ કામગીરીમાં એલસીબી ટીમના ઈશ્વરભાઈ કલોતરા, ચંદુભાઈ કલોતરા, કૌશિકભાઈ મારવાણીયા, ભગીરથસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, જયેશભાઈ વાઘેલા સહિતની ટીમ રોકાયેલ હતી

કારખાનાઓમાં કામ નહિ મળતા ચોરીના રવાડે ચડ્યા

        ઝડપાયેલા આરોપીઓએ એલસીબીની પૂછપરછમાં કબુલાત આપી છે કે ચારેય આરોપીઓ કોઈ કામધંધો ના હોવાથી વાંકાનેર ઢુવા વિસ્તારમાં કારખાનામાં કામ મળશે તેવી આશાએ આવ્યા હતા પરંતુ કામ નહિ મળતા દુકાનની રેકી કરી મોડી રાત્રીના દુકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat