મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી તરુણ મળી આવતા વાલીવારસની શોધખોળ શરુ કરાઈ

 

મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસેથી એક તરુણ મળી અવ્ય્હો હોય જેને પોલીસ મારફત ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમને સોપવામાં આવતા ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમે વાલીવારસની શોધખોળ હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી એક ૧૫ વર્ષનું બાળક મળી આવ્યું છે બાળક બે દિવસથી જુના બસ સ્ટેન્ડ પાસે હોય જેથી સ્થાનિકોએ એ ડીવીઝન પોલીસમથકને જાણ કરતા પોલીસે બાળકનો કબજો લઈને બાળકને ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમને સોપ્યું હતું બાળક બોલી શકતું નથી

 

જોકે સાંભળી શકતું હોવાનું જાણવા મળ્યું છે તો હાલ બાળકને વિસીપરામાં આવેલ ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમની ઓફીસ ખાતે રાખવામાં આવ્યું છે અને બાળકના વાલીવારસની શોધખોળ ચલાવી છે બાળકના પરિવાર વિષે કોઈપણ માહિતી હોય તો ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમના રાજુભાઈ મોબાઈલ નંબર ૯૩૧૬૭ ૫૫૩૧૧ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે

Comments
Loading...
WhatsApp chat