Billboard ad 1150*250 Billboard ad 1150*250

કસ્ટમ વિભાગનું સર્ચ, સૌરાષ્ટ્રના ત્રણ જીલ્લામાંથી લાખોની ડ્યુટી ચોરી બહાર આવી

 

વિદેશી મોબાઈલ બીલ વગર સૌરાષ્ટ્માં ઘુસાડી સસ્તામાં વેચી કસ્ટમ ડયુટીની મોટી ચોરી કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર અને મોરબીમાં મોબાઈલનાં વેપારીઓને ત્યાં કસ્ટમ વિભાગે દરોડા પાડતા મોબાઈલનાં ધંધાર્થીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી

 

મુંબઈમાં  થોડા સમય પહેલા  એક મોટા શો – રૂમમાંથી આશરે ૪૫૦  વિદેશી મોબાઈલ ડયુટી ભર્યા વગરનાં કબ્જે લેવાયા બાદ તેની તપાસનો રેલો હવે સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યો હતો.જેમાં  રાજકોટમાં થોડા સમય પહેલા એક જાણીતા મોબાઈલ વિક્રેતાને ત્યાં દરોડા પડયા બાદ શહેરનાં મુખ્ય માર્ગ અને જયાં સૌથી વધુ મોબાઈલની દુકાનો છે તે યાજ્ઞિાક રોડ પર જામનગર કસ્ટમનાં અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરતા જ મોબાઈલ વેપારીઓમાં સોપો પડી ગયો હતો. યાજ્ઞિક રોડ પર યશ, વિનાયક સહિત ત્રણ જેટલી મોબાઈલની દુકાનોમાં કસ્ટમની  ટીમોએ ત્રાટકીને થોકબંધ સાહિત્ય કબ્જે કરી તપાસ હાથ ધરી છે. એપલ સહિતનાં મોંઘા મોબાઈલ બિલ વગર સસ્તામાં ગ્રાહકોને વેચીને કસ્ટમ ડયુટીની ચોરી કરવામાં આવી રહી હોવાનું મોટું કૌભાડ સામે આવ્યુ છે તેને લઈને દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી.

 

જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં બે  અને અંબર સિનેમા રોડ  પર એક  સહિત ત્રણ જેટલી મોબાઈલની દુકાનમાં કસ્ટમ વિભાગની ટીમે દરોડા પાડી બિલ સહિતનું કેટલુક સાહિત્ય કબ્જે કર્યુ હતુ. ઉપરાંત મોરબીમાં પણ બે મોબાઈલ વિક્રેતાઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. રાજકોટ, જામનગર અને  મોરબીમાં  માબાઈલની દુકાનોમાં દરોડા પડયાની જાણકારી મળતા જ  આ ત્રણેય શહેરોમાં અન્ય વિસ્તારોમાં પણ ફટાફટ  દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. દરોડામાં લાખોની કસ્ટમ ડયુટી ચોરી પકડાઈ હોવાનું બહાર આવી રહયું છ પરંતુ કસ્ટમ વિભાગ દ્રારા આ સર્ચ ઓપરેશન મામલે સતાવાર  કોઈ વિગતો જાહેર કરાઈ નથી.

 

Comments
Loading...
WhatsApp chat