


મોરબીના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરવા માટે નીલકંઠ વિધાલય ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો છે
મોરબીના રવાપર રોડ પરની નીલકંઠ વિધાલય ખાતે આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પને સફળ બનાવવા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, દિનેશભાઈ વડસોલા, જીતુભાઈ વડસોલા, જયેશભાઈ ગામી અને અતુલભાઈ પાડલીયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા મહારકતદાન કેમ્પનું ઉદઘાટન જીલ્લા કલેકટર આર જે માંકડિયા અને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરાયું હતું કેમ્પમાં સંચાલકો, તેમના પરિવાર ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું અને મહારક્તદાન કેમ્પમાં ૫૦૦ થી વધુ લોહીની બોટલ એકત્ર કરી કેમ્પને સફળ બનાવ્યો હતો