માળીયાના ભીમસર ચોકડી નજીક ટ્રકે ઠોકર મારતા રીક્ષા પલટી મારી ગઈ

માળિયા હાઈવે પરથી પસાર થતા ટ્રકના ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી જેમાં રીક્ષાચાલકને ઈજા પહોંચી છે

મોરબીના રણછોડનગર વિસ્તારના રહેવાસી અબ્બાસ સુલેમાન નામના યુવાને ફરિયાદ નોંધાવી છે કે તે પોતાની રીક્ષા નં જીજે ૩૬ યુ ૫૫૫૩ લઈને માળિયાની ભીમસર ચોકડી નજીકથી જતો હોય ત્યારે ટ્રક નં જીજે ૧૨ એવી ૭૫૭૬ ના ચાલકે તેની રિક્ષાને ઠોકર મારતા રીક્ષા પલટી ગઈ હતી જે અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચી હતી

Comments
Loading...
WhatsApp chat