હળવદના ચરાડવા શ્રી મહાકાલી માતાજી મંદિરે ધાર્મિક મહોત્સવ ઉજવાશે

નવેમ્બર માસમાં મહાકાલી દશ વિદ્યા યજ્ઞ શ્રીમદ દેવી ભાગવત કથાનું વિરાટ આયોજન

ભગવતી જગત જનની શ્રી મહાકાળી માતાજીની કૃપાથી સંત દયાનંદગીરી મહારાજની પ્રેરણાથી તથા શિષ્ય અમરગીરી મહારાજના અથાગ પરિશ્રમ અને ભક્તજનોના સહકારથી હળવદ તાલુકાના ચરાડવા ખાતે આવેલ મહાકાલી આશ્રમ (દેવળિયા રોડ) ખાતે તા. ૦૯ થી ૧૭ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન ધર્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

તા. ૦૯-૧૧ થી ૧૭-૧૧-૨૦૧૮ સુધી આયોજિત ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મહાકાલી દશ વિદ્યા યજ્ઞ તથા શ્રીમદ દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નવ દિવસ દરમિયાન ભજન, ગરબાની રમઝટ જામશે તે ઉપરાંત સંત મહાત્માઓ બિરાજશે અને ધર્મોત્સવનો લાભ લઈને આશીવચન પાઠવશે.

સંત દયાનંદગીરી મહારાજ તથા શિષ્ય અમાર્ગીરી મહારાજની આગેવાનીમાં ચરાડવા તેમજ ૧૦ થી ૧૫ ગામના ગ્રામજનો, આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે શ્રીમદ દેવી ભાગવત કથાના વ્યાસપીઠ પર રાજકોટના કથાકાર કનૈયાલાલ ભટ્ટ બિરાજીને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે કથાનો સમય દરરોજ સવારે ૯ થી બપોરે ૧૨ અને બપોરે ૩ થી સાંજના ૬ કલાક સુધીનો રહેશે

આ વિરાટ ધાર્મિક આધ્યાત્મિક આયોજનમાં શિષ્યો-ભક્તો અને શ્રેષ્ઠીઓ જોડાઈ રહ્યા છે ચરાડવા ગામ સહીત ૧૦ થી ૧૫ ગામના અગ્રણીઓ કામકાજનો કાર્યભાર સાંભળી રહ્યા છે આ પ્રસંગને ભવ્યાતીભવ્ય બનાવવા આયોજન-મીટીંગોનો ધમધમાટ શરુ થઇ ચુક્યો છે

Comments
Loading...
WhatsApp chat