એ ગ્રેડ મેળવનાર નિહાલ ઉધરેજાએ ડોકટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી, જુઓ વિડીયો

 

તાજેતરમ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.  જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ ૮૩.૬૩ ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં સારો દેખાવ કરવામાં સફળ રહ્યા છે. ત્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં એ -વન ગ્રેડ મેળવનાર મોરબીની નિર્મલ વિદ્યાલયના ઉધરેજા નિહાલએ મોરબી મોરબી ન્યુઝ સાથે ખાસ વાત-ચિત કરી હતી. જેમાં તેઓએ  તેજસ્વી છાત્રો વિષે અને તેમની સફળતાની વિશેષ કેટલીક બાબતો કહી છે તો આવો જાણીએ ….

મોરબીની નિર્મલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ઉધરેજા નિહાલે ધો. ૧૨ સાયન્સ પ્રવાહના પરિણામમાં ૯૯.૯૯ પીઆર મેળવી સમગ્ર રાજ્યમાં અગ્રસર સ્થાન મેળવ્યું છે. પોતાની અથાગ મહેનત કારણે નિહાલે ઉજ્જવળ પરિણામ મેળવી મોરબીનું નામ રોશન કર્યું છે.

ધો. ૧૨ સાયન્સમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરનાર નિહાલ ઉધરેજાએ ‘મોરબી ન્યુઝ’ સાથેની ખાસ વાતચીતમાં તેની સફળતાનો શ્રેય માતા પિતા અને તેના શિક્ષકોને આપ્યો હતો તેમજ તેના પિતા ડો.જયેશભાઈ પણ પશુ ડોકટર છે તથા નિહાલ પણ ડોકટર બનવા માંગે છે.તેમજ વધુમાં નિહાલે જણાવ્યું હતું કે અભ્યાસ દરમિયાન તે સ્કૂલમાં શીખવવામાં આવેલ અભ્યાસક્રમનું દરરોજ ઘરે પુનરાવર્તન કરતો હતો.તેને બોર્ડની પરીક્ષા આપી ત્યારે અન્ય વિદ્યાર્થીઓની જેમ ક્યારેય ચિંતા નથી કરી.

નિહાલે તેની કારકિર્દી વિશે જણાવ્યું કે ધો. ૧૨ સાયન્સ તેને સફળતા પુર્વક ઉત્તીર્ણ કર્યું છે. હવે તેને મેડિકલ લાઈન તરફ વળવાની ઈચ્છા છે. નિહાલ એમબીબીએસ – એમડી તરફ પોતાની કારકિર્દી ઘડવા ઈચ્છે છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat