Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના માટેલ-જામસર રોડ પરથી દેશી દારૂ બનાવવાનો આથાનો જથ્થો ઝડપાયો

 

વાંકાનેર તાલુકાના માટેલથી જામસર રોડ પરથી પોલીસે દેશી દારૂ બનાવવાના આથાનો જથ્થો ઝડપી લીધો હતો તો આરોપી હાજર નહિ મળતા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જામસર રોડ જતા બેકાડીયા વાડી સીમ પાસે આરોપી સતીષ સોંડાભાઈ ધેનોજાની વાડીમાં દેશી દારૂનો આથો હોવાની બાતમીને પગલે ટીમે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો ૧૦૦ લીટર આથો મળી આવતા પોલીસે આથાનો જથ્થો જપ્ત કર્યો હતો તો રેડ દરમિયાન આરોપી સતીષ સોંડાભાઈ ધેનોજા રહે માટેલ તા. વાંકાનેર વાળો હાજર ના મળી આવ્યો હોય જેથી આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat