હળવદના ચરાડવા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને મોરબી એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદશન હેઠળ મોરબી એલસીબી પી આઈ એમ આર ગોઢાંણીયાની સુચનાથી પીએસઆઈ એન બી ડાભી અને પીએસઆઈ એન એચ ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના દશરથસિંહ પરમાર અને ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે ચરાડવાથી જીકીયારી જવાના રસ્તે આરોપી શશીકાંતભાઈ મુળજીભાઈ સથવારા રહે-ચરાડવા એ પોતાની વાડીની ઓરડીની બાજુમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૬૯ કીમત રૂ.૩૦૬૦૦ ઝડપી પાડી આરોપી શશીકાંત ચાવડા હાજર નહિ મળી આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે

 

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ એમ આર ગોઢાંણીયા, પીએસઆઈ એન બી ડાભી, પીએસઆઈ એન એચ ચુડાસમા, પીએસઆઈ એ ડી જાડેજા, દિલીપભાઈ ચૌધરી, ચંદુભાઈ કાણોતરા, નીરવભાઈ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, દસરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર અને ભરતભાઈ જીલરીયા સહિતની ટીમે કરેલ છે

Comments
Loading...
WhatsApp chat