વાંકાનેરના જેતપરડા ગામમાં વાડામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

 

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ વાડામાં દરોડો કરી પોલીસે ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લીધો હતો અને આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેતપરડા ગામમાં રહેતા રવજીભાઈ રણજીતભાઈના વાડામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી પોલીસ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૧ કીમત રૂ ૧૨,૩૨૦ અને બીયર નંગ ૨૪ કીમત રૂ ૨૪૦૦ મળીને કુલ રૂ ૧૪,૭૨૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે

જે કામગીરીમાં વાંકાનેર પોલીસ મથકના હીરાભાઈ મઠીયા, પ્રદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, મુકેશભાઈ વાસાણી અને સામંતભાઈ છુંછીયા સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat