મોરબીના પંચાસર ગામે વરંડામાંથી ઈંગ્લીશ દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

 

મોરબી તાલુકાના પંચાસર ગામે વાડા વરંડામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને બીયરના ટીનનો જથ્થો ઝડપી લીધો હતો તો રેડ દરમિયન આરોપી હાજર નહિ મળતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર ગામે રહેતા હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલાનું તળાવની પાળ પાસે દરબાર સમાજ વાડી પાછળ આવેલ વરંડામાં દારૂ હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં આરોપીના કબ્જા ભોગવટાવાળા વરંડામાંથી ઇન્ગીશ દારૂની બોટલ નંગ ૯૬ અને બીયર નંગ ૨૪ મળીને કુલ રૂ ૩૧,૨૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપી હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે પંચાસર ગામ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, ચંદ્રકાંતભાઈ વામજા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, કૌશિકભાઈ મારવણીયા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઈ કણોતરા, નીરવભાઈ મકવાણા, દશરથસિંહ ચાવડા, દશરથસિંહ પરમાર, ભરતભાઈ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, તેજશકુમાર પટેલ, પરાક્રમસિંહ જાડેજા અને ફૂલીબેન તરાર સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat