



વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર ઝુપડામાંથી દેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઢુવા માટેલ રોડ પર લાકડધાર ગામની સીમમાં આરોપી ગભરૂ જવેરભાઈ માથાસુર્યાના ઝુપડામાં પોલીસે બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં ઝુપડામાંથી દેશી દારૂ ૧૪૫ લીટર કીમત રૂ ૨૯૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને આરોપી ગભરૂ જવેરભાઈ માથાસુર્યા (ઉ.વ.૩૨) રહે હાલ લાકડધાર તા. વાંકાનેર વાળાને ઝડપી લીધો છે

