માળિયાના ઘાટીલા ગામની સીમમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

માળિયા તાલુકાના ઘાટીલા ગામમાં આવેલ ફાઠર તરીકે ઓળખાતી સીમમાં બાવળની કાંટમાંથી પોલીસે દેશી દારુ બનાવવાનો આથાનો જથ્થો અને દેશી દારૂ કબજે લીધો હતો તો બે આરોપીના નામો ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘાટીલા ગામની સીમમાં બાતમીને આધારે રેડ કરી હતી જેમાં ફાઠર તરીકે ઓળખાતી સીમમાં તલાવડી પાછળ બાવળની કાંટમાં છુપાવી રાખેલ દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૪૬૦૦ કીમત રૂ ૯૨૦૦ અને દેશી દારૂ ૨૦૦ લીટર કીમત રૂ ૪૦૦૦ સહીત કુલ રૂ ૧૩,૨૦૦ ની કિમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો

રેડ દરમિયાન આરોપી વિનોદ ઉર્ફે વીનું ચંદુભાઈ ઉપસરીયા અને સુનીલ દેવાભાઈ ઉપસરીયા રહે બંને જુના ઘાટીલા તા. માળિયા વાળા હાજર મળી આવ્યા ના હતા જેથી બંને આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat