


મોરબી જીલ્લાના મુખ્ય સરકારી વકીલ વિજયભાઈ જાની, મદદનીશ સરકારી વકીલ દવેભાઇ તેમજ અન્ય સરકારી વકીલ ઉપરાંત જુનિયર વકીલ અને લો સ્ટુડન્ટ સબ જેલની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં બંદીવાન ભાઈઓ અને બહેનોને કાયદાકીય સલાહ અને સૂચન આપવામાં આવ્યા હતા જે પ્રસંગે જેલ અધિક્ષક ડી એમ ગોહેલ અને જેલર પી એમ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા જેઓએ સરકારી વકીલ અને વિદ્યાર્થીઓને જેલ વિશે માહિતી આપી હતી

