મોરબીમાં નારદ મુની જયંતી નિમિતે પત્રકાર મિલન કાર્યક્રમ યોજાયો




વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી દ્વારા નારદ જયંતી નિમિતે સંઘ કાર્યાલય, કેશવ કુંજ મોરબી ખાતે પત્રકાર મિલન કાર્યક્રમ યોજાયો હતો
જે કાર્યક્રમમાં મોરબીના તમામ ક્ષેત્રના કાર્યરત પત્રકાર બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા સેવા ભારતી ગુજરાત અને સૌરાષ્ટ્રના કિશોરભાઈ મૂંગલપરા આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ રાષ્ટ્ર અને સમાજ જીવનની ઉન્નતી માટે પત્રકાર બંધુઓ કેવી રીતે ઉન્નત કાર્ય કરી સકે તે બાબતે સંવાદ સ્વરૂપે વાતચીત કરી હતી



