Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે પોસ્ટ પેમેન્ટ બેંકનો થયો પ્રારંભ, Video

સમગ્ર દેશની ૬૫૦ શાખાઓ અને ૩૨૫૦ એકસેંન્જ પોઈન્ટ સાથે મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે પોસ્ટ પેમેન્ટ બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સમગ્ર દેશ ની ૬૫૦ શાખાઓ અને ૩૨૫૦ અેકસેંન્જ પોઈન્ટ સાથે પોસ્ટ પેમેન્ટ બેંકનો વડાપ્રધાન દ્વારા પ્રારંભ કરવામા આવી છે. જેની સાથે મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના ટાઉનહોલમાં યોજાયેલ શુભારંભ સમારોહમાં ગોડલ પોસ્ટલ ડીવીઝનના સુપ્રિ. મલેક દ્વારા પોસ્ટ પેમેન્ટ બેંક વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા સમગ્ર દેશ ની ૬૫૦ શાખાઓ અને ૩૨૫૦ એકસેન્જ પોઈન્ટમાં પોસ્ટ પેમેન્ટ બેંકનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પોસ્ટ પેમેન્ટ બેંક માં સેવિંન્ગ અને કરંટ એમ બે પ્રકારના ખાતાઓ ખોલવામાં આવશે .આ ખાતામાં ખાતેદારો એક લાખથી વધુ જમા કરાવી શકશે નહિ. તેમજ આ પોસ્ટ બેકમાં તમામ પ્રકારની બેકીંગ સુવિધાઓ ઉપલબ્ધ થશે. સાથો સાથ વિજળી બિલ,મોબાઈલ રીચાર્જ,વિમા પ્રિમિયમ અને અન્ય પેમેન્ટ ની સુવિધાઓ પણ મળશે. અને જે ગામડાઓમાં બેન્કીંગ સુવિધાઓ નથી.ત્યાં ૧૧ હજાર પોસ્ટ કર્મચારીઓ દ્વારા ધરે ધરે બેંકીંગ સુવિધાઓ પહોચતી કરાશે.તો કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને સેવાઓ પણ મળી રહેશે.

આ પોસ્ટ પેમેન્ટ બેંકમા ૧૫૦ જેટલા એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા એસડીઆઈ વાય. કે. જોષી, મુખ્ય પોસ્ટ માસ્તર પુનિતાબેન છૈયાં, બ્રાંન્ચ મેનેજર પિયુષ કમલ, પ્રભાતભાઈ ડાંગર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

જુઓ વિડીયો…………..

Comments
Loading...
WhatsApp chat