



મોરબીના પોલીસના ASI આજે વાંકાનેરથી મોરબી આવતા હતા. એ સમયે તેમનું બાઈક સ્લીપ થતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અને તેમને સારવાર મળે એ પહેલા જ તેમનું મોત થયાનું સામે આવ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે મોરબીના ASI જીતેશભાઇ નાનજીભાઈ રાઠોડ વાંકાનેરથી મોરબી આવતા હતા. જ્યાં મકનસર પાસે અગમ્ય કારણોસર તેમનું બાઈક સ્લીપ થયું હતું. જેથી તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને 108 મારફત તુરંત મોરબી સિવિલ હોસ્પિટલ અર્થે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ સારવાર કારગત નીવડે એ પૂર્વે જ તેમનું અવસાન થયું હતું. હાલ જીતેશભાઇના નિધનથી રાઠોડ પરિવારમાં અને પોલીસબેડામાં શોકની લાગણી જોવા મળી રહી છે. પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.

