હળવદ : વૃદ્ધની નિર્મમ હત્યા કરનાર આરોપીને પોલીસે રાયધ્રા નજીકથી દબોચી લીધો

હત્યામાં વપરાયેલી કુહાડી પોલીસે કબજે કરી

હળવદના રણછોડગઢ ગામની સીમમાં વૃદ્ધની નિર્મમ હત્યા નીપજાવી ફરાર થયેલા ઈસમને ઝડપી લેવા પોલીસે ચલાવેલી તપાસમાં આરોપીન વાડી વિસ્તારમાં છુપાયો હોય જ્યાંથી ઝડપી લઈને આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ છ દિવસ પૂર્વે રણછોડગઢ ગામની સીમમાં માવુંભાઈ રાજપૂત (ઉવ ૬૫) રહે. ચરાડવા વાળા વૃદ્ધની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય અને હત્યા બાદ વાડીમાં જ મજુરી કરતો વિનોદ હીરાભાઈ રાઠવા નામનો શખ્શો ગુમ થઇ જતા તેના પર શંકાની સોય હોય જેની પોલીસે શોધખોળ ચલાવી હતી

હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલવા એસપી ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ હળવદ પી આઈ એમ આર સોલંકી, અને તેની ટીમે તપાસ ચલાવી હતી જેમાં આરોપી વિનોદ રાઠવા રાયધ્રા ગામની સીમમાં છુપાયો હોવાની બાતમીને આધારે તેને દબોચી લેવાયો છે અને આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat