વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસ ટીમ દોડી ગઈ

 

વાંકાનેર નજીક બાઉન્ડ્રી પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ હોવાની માહિતી મળતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક હાઈવે પર બાઉન્ડ્રી પાસે એક અજાણ્યા પુરુષનું મૃતદેહ મળી આવ્યો છે અને પુરુષના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે જેથી બનાવ શંકાસ્પદ હોવાથી પોલીસે તે દિશામાં વધુ તપાસ ચલાવી છે તેમજ મૃતકની ઓળખ પણ હજુ થઇ ના હોય જેથી પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી યુવાનનું મોત ક્યાં કારણોસર થયું તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

 

મૃતક વિષે કોઈને માહિતી હોય અથવા પરિવાર વિશે જનતા હોય તો પોલીસ મથકમાં જાણ કરવા પણ પોલીસે અપીલ કરી છે

Comments
Loading...
WhatsApp chat