Billboard ad 1150*250 Billboard ad 1150*250

જુના ઢુવા ગામે પોલીસ ફરિયાદ કરેલ હોય જેનો ખાર રાખી આધેડને ધમકી

વાંકાનેર તાલુકન જુના ઢુવા ગામે 20 દિવસ પહેલા ફરિયાદ કરેલ હોય અને જે બાબતે જેલમાં ગયેલ હોય જેનો ખાર રાખી આધેડને જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામે રહેતા રાહુલ મકવાણાના પિતા રમેશભાઈએ વીસેક દિવસ પહેલા આરોપી વિક્રમ ઉર્ફે વિકો દિલુભા અસ્વાર વિરુધ્ધ પોતાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી અને તે બનાવમાં આરોપી વિક્રમ ઉફે વિકો જેલમાં રહેલ હોય જેથી તે બનાવનો ખાર રાખી આરોપી વિક્રમે ફરી રાહુલના પિતા રમેશભાઈને જાનથી મારી નાખવાની ધમ્મકી અપાઈ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મહાશક્તિ બ્લોકના પ્લાને જઈ મજુરને ગાળો અપાઈ ફરીના કાકા રમેશભાઈને ફોન કરી ફરી રાહુલના પિતા રમેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોધાઇ છે. તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat